આવી વસંત
એક ઝાડે ખરંતા બીજે ચમકતાં પાન,
પાનખરની સાંજે વસંત વૈભવ થાય.
ચકલીઓની ચીંચીં ને કાગડાની કા કા,
મેના પોપટ હરખમાં લેલાં ઉડાઉડ,
પારેવાં, હોલાં ફુત્કી, દરજીડો ને દૈયડ;
વસંત ઉત્સવમાં કરે બહું કલશોર.
હોરી રંગ ઉડાયો મનડું પ્રેમ પતંગ,
જુવાન રૂદિયાં ગાવે ફાગણનો આલાપ;
બાવાં ડૂબકી દઈ ગયાં પોતાને વિશ્રામ,
જગતનો તાત કરે હળ જોત તૈયાર.
એક ઝાડે ખરંતા બીજે ચમકતાં પાન,
પાનખરની સાંજે વસંત વૈભવ થાય.
પૂનમચંદ
૨૧ માર્ચ ૨૦૨૫
No comments:
Post a Comment