અહમેવ પ્રકાશાત્મા
અહમેવ પ્રકાશાત્મા, અહમેવ પૂર્ણ;
શુદ્ધ ચિન્મય નિત્ય અનંત વિમર્શ.
ચૈતન્ય પરાવાક, સ્વાતંત્ર્ય ક્રિયા સ્ફુરણ;
ઉત્પત્તિ સ્થિતિ લય, મુજ સાર હ્રદય સ્પન્દ.
ગુરૂ શાસ્ત્ર લક્ષણ બોધ, અહં મુક્તિ નિર્મલ બુદ્ધિ;
અભેદ બીજ ભેદ મીટે, દ્વવીભૂત સંસાર પ્રેમ પ્રકાશે.
અહમ અસ્મિ, અહંકાર ગાંઠે બંધીયો;
અહમ અસ્મિ, ચિદ્રુપ વિસ્તરણે મુક્તો.
અહમ શિવા અહમ શક્તિ;
અહમ પ્રમાતા, અહમ પ્રમેય.
પરાપ્રવેશે થયો સ્વસ્થ, સ્વરસ પાને પ્રકાશરૂપ;
દ્રવિત જ્ઞાન અખંડ વિસ્તાર, ના મળે સંકોચ બાધ.
અહમેવ પ્રકાશાત્મા, અહમેવ પૂર્ણ;
શુદ્ધ ચિન્મય નિત્ય અનંત વિમર્શ.
પૂનમચંદ
૧૮ સપ્ટેમ્બર ૨૦૨૧
0 comments:
Post a Comment