Sunday, November 21, 2021

परा प्रवेश।

 પરા પ્રવેશ


ભૈરવ ત્રિશૂલે ભૈરવી રમે, ભરણ રમણ વમન કરે; પરામ્બિકા તારો અખંડ પ્રકાશ, ના ઉદય ના અસ્ત. 


ધર્યું તેં દિગંબર રૂપ, ધૃતિ ક્રાંતિ કરે વિલાસ; દ્વૈતાદ્વૈત ના દ્વંદ્વ પણ, અખંડ તારો ચિન્મય પ્રકાશ. 


ચિન્મય રૂપમાં દ્રઢતા લાવું, સૂક્ષ્મ બોધમાં સુરતા; ધીરજ ધરી રાખું વિશ્વાસ, શનૈ શનૈ વધુ કદમ. 


ઘટરૂપ થઈ ઘટ જાણું, ભેદ ભરમની દિવાલ પડાવું; બિંબ પ્રતિબિંબ અભેદ રૂપ, હું જ દ્રષ્ટા, હું જ દર્પણ. 


દત્ત ચિત્ત ધ્યાન લગાવો, શક્તિ ઉજાગર કરાવો; કૃપા કરો શિવ ભવાની, પરામાં પ્રવેશ ભાન કરાવો. 


પૂનમચંદ

૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧

0 comments:

Post a Comment

Powered by Blogger.